વાંઢિયા નજીક પદયાત્રીને કારે હડફેટમાં લેતાં મોત

ભચાઉ તાલુકાના વાંઢિયા નજીક ધોરીમાર્ગ ઉપર વાંકાનેર, ગારિયા ગામથી પદયાત્રા માતાના મઢ આવતા યુવાનને કારે હડફેટમાં લેતાં તેનું મોત થયું હતું.સૂત્રો પરથી મળતી માહિતી મોરબી વાંકાનેરના ગારિયા ગામમાં રહેનાર માતાના મઢ પદયાત્રાએ આવી રહ્યા હતા. આ ત્રણેય શ્રદ્ધાળુ તા. 5/10ના સાંજના અરસામાં મોરબી-સામખિયાળી ધોરીમાર્ગ, વાંઢિયા ગામની સીમ, કરણી સતલુજ હોટેલની સામેના રોડ ઉપર પહોંચ્યા હતા, ત્યારે ભૂપતને બલેનો કાર એ હડફેટમાં લેતાં તેને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. આ યુવાનને સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. કારચાલક સામે તેના ભાઇ એ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.