પૂર્વ કચ્છ-ગાંધીધામની દુધઈ પો.સ્ટે. વિસ્તારની જનરક્ષક 112 દ્વારા સંવેદનશીલતા દાખવી ૧૦૮ પહેલા પહોચી અકસ્માત પીડીતનો કરાયો આબાદ બચાવ

દુધઈ પો.સ્ટે. વિસ્તારની જનરક્ષક ૧૧૨ વાહનમાં તા. ૦૬/૧૦/૨૦૨૬ ના રોજ સાંજે ૧૬:૪૩ કલાક આસપાસ કોલ આવતા જણાવેલ કે દુધઈ પોલીસ સ્ટેશન વિસ્તારના બુઢારમોરા ગામે હ્યુંડાઈ વેન્યુ કા૨ તેમજ બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયેલ હતો. તે દરમિયાન દુધઈ ૧૧૨ ના ફરજ પર હાજર કર્મચારીઓ દ્વારા સમયસુચકતા દાખવી તાત્કાલીક ૧૦૮ થી પણ વધુ ઝડપી સ્પિડમાં ઘટના સ્થળે પહોચીને અસ્માત પિડીતને તાત્કાલીક દુધઈ CHC ખાતે સારવાર અર્થે પહોચાડી ફરજ પર હાજર તબીબો દ્વારા તાત્કાલીક સારવાર મળતા અકસ્માત પીડીતનો જીવ બચાવેલ છે. જે બદલ પૂર્વ-કચ્છ ગાંધીધામ જીલ્લાના પોલિસ અધીક્ષક શ્રી સાગર બાગમાર સાહેબએ નોંધ લીધેલ તથા ફરજ પરના કર્મચારીઓની કામગીરીને બીરદાવી હતી અને આગળ આવીજ ઉત્કૃષ્ટ કામગીરી માટે શુભેચ્છા પાઠવી હતી.