દાનપેટીમાંથી રોકડ રકમ ચોરીને આરોપી ફરાર:મોડસર મંદિરમાં તસ્કરી

અંજાર તાલુકાના મોડસર ગામે આવેલ રાધેક્રિષ્ના મંદિરમાં તસ્કરોએ ત્રાટકીને દાનપેટીમાંથી આશરે રૂા. 1,200ની રોકડ રકમની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે.સૂત્રો પરથી મળતી માહિતી ગામના જાગૃત નાગરિકો અને ગ્રામજનો પાછળ પડતાં તસ્કરો પોતાની મોટરસાઈકલ સ્થળ પર જ મૂકીને ઝાડીઓમાં ભાગી છૂટયા હતા. આ અંગે અંજાર પોલીસ મથકે બે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર, તા. 5/10/2026ના રાત્રે જમીને પરિવાર સાથે ઘર બહાર સૂતા હતા. તા. 6/10/2026ના મોડી રાત્રે આશરે બે વાગ્યાના સુમારે તેઓ જાગ્યા, ત્યારે શેરીમાંથી મોઢે રૂમાલ બાંધેલા અને પઠાણી ડ્રેસ પહેરેલા બે અજાણ્યા ઇસમો છૂપાતા-છૂપાતા નીકળતા જોવા મળ્યા હતા. એ હાકલ કરતાં જ બંને ઇસમ ભાગવા લાગ્યા હતા. રાડાપાડી થતાં ગામના લોકો પણ જાગી ગયા હતા અને તસ્કરોનો પીછો કર્યો હતો, પરંતુ તસ્કરો દાડમની વાડી થઈને બાવળની ઝાડીઓમાં ગાયબ થઈ ગયા હતા. ત્યારબાદ ગ્રામજનોએ ગામમાં આવેલ રાધેક્રિષ્ના મંદિરે જઈ તપાસ કરતાં મંદિરનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો અને નિજ મંદિરનું તાળું તૂટેલું હતું. મંદિરની તિજોરીનો સામાન વેરવિખેર પડયો હતો અને અંદર રાખેલી લાકડાંની દાનપેટી ગાયબ હતી. બહાર તપાસ કરતાં દાનપેટી થાંભલી પાસેથી તાળું તૂટેલી હાલતમાં મળી આવી હતી, જેમાંથી તમામ રોકડ રકમ ગાયબ હતી. મંદિરના પૂજારી ને બોલાવીને તપાસ કરાવતાં દાનપેટીમાં રાખેલા આશરે રૂા. 1,200 ચોરાયા હોવાનું માલૂમ પડયું હતું. સવારના આશરે 8.30 વાગ્યાના અરસામાં ગામના ખેતરે જઈ રહ્યા હતા, ત્યારે તેમણે પઠાણી પહેરવેશવાળા બંને તસ્કરને બાવળની ઝાડીમાંથી બજાજ ડિસ્કવર મોટરસાઈકલ કાઢતા જોયા હતા. ગ્રામજનો ત્યાં પહોંચતા જ તસ્કરો પોતાની મોટરસાઈકલ સ્થળ પર જ મૂકીને ઝાડીઓમાં ભાગી છૂટયા હતા. આ અંગે એ અંજાર પોલીસ મથકે બંને અજાણ્યા તસ્કરો વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવતાં આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. મંદિરોમા ચોરીના બનાવો વધતા શ્રદ્ધાળુઓમાં ભારે રોષની લાગણી પ્રસરી હતી.