ચૂંટણીપંચ: 13 કરોડ મતદાર ડિલીટ નથી થયા
વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનના એસઆઈઆર દરમિયાન 13 કરોડથી પણ વધારે મતદારોના નામ અવૈધ રીતે હટાવવાના આરોપો ઉપર ભારતીય ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર નિવેદન અને વિસ્તૃત આંકડા જાહેર કરવામાં આવ્યા હતા.સૂત્રો પરથી મળતી માહિતી ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું હતું કે, 13.39 કરોડ મતદારોના નામ એક પ્રક્રિયા હેઠળ એએસડીડી એટલે કે એબ્સેન્ટ, પરમેનેન્ટ શિફ્ટ, ડેડ, ડુપ્લિકેટ શ્રેણીમાં રાખવામાં આવ્યા છે, ગેરકાનૂની રીતે ડિલીટ કરવામાં આવ્યા નથી. ચૂંટણી પંચ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ત્રણ તબક્કામાં ચાલેલા એસઆઈઆર અભિયાન દરમિયાન કુલ 95.40 કરોડ મતનું ફિઝીકલ અને ડિજીટલ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન 13.39 કરોડ મતદારને અલગ અલગ શ્રેણીમાં રાખવામાં આવ્યા હતા. જેમાં સરનામે ન મળેલા અને કોઈ અતોપતો ન હોય તેવા 3.01 કરોડ મતદાર, જુનું મકાન કે સ્થળ છોડીને બીજી જગ્યાએ ગયેલા 6.30 કરોડ મતદાર, મૃત્યુ પામેલા 2.80 કરોડ મતદાર, એકથી વધુ મતદાન કેન્દ્રએ નામ ધરાવતા 1.02 કરોડ મતદાર સામેલ છે. ચૂંટણી પંચના એક વરિષ્ઠ અધિકારી અનુસાર આ કોઈ મનમાન્યો નિર્ણય નહોતો. પારદર્શક અને ત્રણ સ્તરની પ્રક્રિયાનું પરિણામ હતું.