કચ્છના બુટા ગામે ભાવુક વિદાય! પ્રાથમિક શાળાના શિક્ષકની બદલી થતા આખું ગામ રડ્યું, આંખોમાં આંસુ સાથે સન્માન

જીવનમાં શું કમાયા? તો જવાબ છે – નામ!

કચ્છના બુટા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા એક શિક્ષક શ્રીની બદલી અન્ય જગ્યાએ થતા આજે ગામમાં એવો ભાવુક વિદાય સમારંભ યોજાયો કે જોનારની આંખો પણ ભીની થઈ ગઈ.

સરકારી અધિકારીઓ-કર્મચારીઓ જ્યારે પોતાનું શહેર મૂકી કચ્છમાં આવે છે અને પોતાની મહેનત, નિષ્ઠા અને સેવાથી કચ્છી લોકોના દિલ જીતી લે છે, ત્યારે બદલી સમયે આખું ગામ હીબકે ચડે છે.

આ વીડિયોમાં સાફ દેખાય છે કે શિક્ષકને માથે કચ્છી પાઘડી અને ખેસ પહેરાવી સન્માન કરવામાં આવી રહ્યું છે, પણ સાથે જ નાનાથી લઈને મોટા વડીલો અને માતાઓની આંખોમાં આંસુ છે. એક માજી તો રડતા રડતા વિદાય આપી રહ્યા છે, આ જ બતાવે છે કે સાહેબે કેટલા લોકોના દિલ જીત્યા હશે.

આ છે સાચી મહેનતની કમાણી! આ છે સેવા અને લાગણીની કમાણી જે દુનિયામાં રહીને પોતાની આંખો સામે પોતાના વિશે લોકોની લાગણી જોઈ શકે.

આ કચ્છ છે સાહેબ… લાગણી અને મહોબતનો સાગર એટલે કચ્છ અને કચ્છ જા મીઠા માડુ અદા!