સોશિયલ મીડિયામાં સસ્તા સોનાની જાળ બીછાવી ઠગાઈ કરતી ટોળકી ઝડપાઈ

સસ્તાં સોનાં તેમજ એક લાખના ત્રણ લાખ જેવી લોભામણી લાલચ આપી દેશના ખૂણે-ખૂણેથી ભુજ આવેલા અનેક લોકો આવી ઠગબાજ ટોળકીઓનો શિકાર બની ચૂક્યાના દાખલા છે, ત્યારે આ રીતે સસ્તાં સોનાંની લાલચ આપી સોશિયલ મીડિયા માં જાળ બિછાવનારી આવી એક ભુજની ટોળકીના પાંચ શખ્સોને એલ.સી.બી.એ સાચા અને નકલી સોનાંનાં બિસ્કિટ સહિત કુલ્લે રૂા. 1,62,44,300નો મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે. આ અંગે પશ્ચિમ કચ્છના એસીપી અને મુંદરા વિભાગના નાયબ પોલીસ અધીક્ષક ગૌતમ વિવેકાનંદને એલ.સી.બી.ની સફળ કામગીરી અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, એલ.સી.બી.ને માધવ571વાળી આઇ.ડી. બાબતે કાર્યવાહી કરવા ઉપરી અધિકારીઓ દ્વારા એલ.સી.બી.ને સૂચના અપાતાં ટીમે તપાસ કરતાં બાતમી મળી કે, ભેગા મળી ઇન્સ્ટાગ્રામમાં ખોટી આઇ.ડી. બનાવી સસ્તાં સોનાંની જાહેરાત નાખી લોકોને છેતરપિંડી કરવાની કોશિશમાં છે. હાલે તેઓ મળતિયાઓ સાથે મહિલા આશ્રમ પાછળ આવેલા ગીતા કોટેજના સાર્વજનિક પ્લોટ પાસે મકાન ખાતે હાજર છે. આ બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે કાર્યવાહી કરી બાતમીવાળી જગ્યાએથી મળી આવ્યા હતા. ઇન્સ્ટાગ્રામ પર માધવ571વાળી આઇ.ડી. બાબતે પૂછતાં બસીરે જણાવ્યું કે, તે આઇ.ડી. તેણે બનાવી છે. આ આઇ.ડી.માં સોનાંનાં બિસ્કિટના ફોટા અને વીડિયો મૂકી તેનાથી સામેવાળા લોકોને વિશ્વાસમાં લઇ છેતરપિંડીનો ઇરાદો મારો તથા મારા મિત્રોનો હતો. બજાર ભાવ કરતાં સસ્તાં ભાવે સોનાંની તેમાં જાહેરાત કરાઇ હતી. પાંચે આરોપી વિરુદ્ધ બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાયો હતો. આરોપીઓ પાસેથી અસલી સોનાંનાં 10 બિસ્કિટ કિં.રૂા. 1,50,00,000 તથા 15 નકલી સોનાંનાં બિસ્કિટ, ક્રેટા કાર નં. જી.જે.-18-બી.પી.-5561 કિં.રૂા. 10,00,000, ત્રણ ટુ-વ્હીલર કિં.રૂા. 1,50,000, નવ મોબાઇલ કિં.રૂા. 90,000, રોકડા રૂા. 4,300 કબજે લેવાયા હતા. ગુનાહિત ઇતિહાસ ખરડાયેલો છે. આ બંને વિરુદ્ધ અગાઉ આવા જ પ્રકારના ગુના પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે. આ સફળ કામગીરીમાં એલ.સી.બી.ના પીઆઇ અશોક એમ. મકવાણા, પીએસઆઇ જે. બી. જાદવ, એમ. એચ. શિણોલ તથા એએસઆઇ અનિરુદ્ધસિંહ રાઠોડ, નીલેશભાઇ ભટ્ટ, સુનીલભાઇ પરમાર, હે.કો. નવીનકુમાર જોષી, શક્તિસિંહ ગઢવી, પ્રવીણચંદ્ર ચૌધરી, રણજિતસિંહ જાડેજા,જયદેવસિંહ જાડેજા, દર્શન રાવલ, જીવરાજભાઇ ગઢવી, શ્યામ ગઢવી જોડાયા હતા.