માળિયા ધોરીમાર્ગ પર ટ્રકની ઠોકરે 25 ઘેટાં-બકરાનાં મોત
માળિયા-કંડલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રકચાલકે ટ્રક પૂરઝડપે ચલાવી રોડ પર 23 ઘેટાં અને 2 બકરાંનાં મોત નીપજાવી તેમજ 30 ઘેટાંને નાની-મોટી ઈજા કરી 60થી 65 હજારનું આર્થિક નુકસાન કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.સૂત્રો પરથી મળતી માહિતી ભચાઉ તાલુકાના જંગી ગામના રહેવાસી એ ટ્રક ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવાયું છે કે, આરોપી ટ્રક ચાલકે પોતાની ટ્રક પૂરઝડપે ચલાવી માળિયા-કંડલા નેશનલ હાઈવે પર જિઓના પેટ્રોલપંપ સામે રોડ પર ફરિયાદીના ઘેટાં- બકરાંને હડફેટે લીધાં હતાં જે અકસ્માતમાં 23 ઘેટાં અને 2 બકરાંનાં મોત થયાં હતાં તેમજ 30 ઘેટાંને નાની- મોટી ઈજા કરી ઘાયલ કર્યા હતા અને ફરિયાદીને આશરે 60થી 65 હજારનું આર્થિક નુકસાન કર્યું હતું. માળિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.