ચેક પરતના કેસમાં ભુજના શખ્સને એક વર્ષની સજા
ચેક પરત ફરવાના કેસમાં ભુજના શખ્સને એક વર્ષની સજા આપતો ચુકાદો કોર્ટે જાહેર કર્યો છે. શખ્સએ ફરિયાદી પાસેથી ધંધાર્થે રૂા. 80 હજાર હાથઉછીના લીધા હતા, જે અંગેનો આપેલો ચેક અપૂરતા ભંડોળના શેરા સાથે પરત ફરતાં ફરિયાદીએ કેસ દાખલ કરાવ્યો હતો. આ કેસમાં અધિક ચીફ જ્યુ. મેજિ.એ આરોપીને તક્સીરવાન ઠેરવી એક વર્ષની કેદની સજા તથા ચેકની રકમ રૂા. 80 હજાર વાર્ષિક નવ ટકા વ્યાજ સહિત કુલે રૂા. 95 હજાર ફરિયાદીને વળતર તરીકે ચૂકવવા અને વળતર ન ચૂકવે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવ્યો છે. ફરિયાદીના વકીલ હાજર રહ્યા હતા.