મુંદરાનાં ઘરમાંથી દાગીના ચોરીની ચર્ચા કેસમાં બંને શખ્સ ના જામીન મંજૂર

મુંદરાનાં પોતાના ઘરમાં લગભગ અડધા કરોડના સોના ચાંદીના દાગીના ચોરીના આરોપ સાથેના ચક્ચારી કેસમાં માતા – પુત્ર આરોપીઓના ચાર્જશીટ પહેલાંજ ગુજરાત હાઇકોર્ટમાંથી રેગ્યુલર જામીન મંજૂર થયા છે.સૂત્રો પરથી મળતી માહિતી વિગતો મુજબ, નિવૃત પ્રજ્ઞાચક્ષુ શિક્ષક ના નિવાસે પુત્ર સમીરે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.  બાદમાં તપાસ પછી પોલીસે ચોરીના આરોપસર માતા અને પુત્ર ની  ધરપકડ કરી ગુનો નોંધ્યો હતો. આ મામલે ચાર્જશીટ પહેલાં કરાયેલી આરોપીઓની રેગ્યુલર જામીન અરજીને ગુજરાત હાઇકોર્ટે  મંજૂર કરી હતી. આ કેસમાં હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ અભયકુમાર પી. શાહ, કુલદીપ જે. મહેતા,  સ્થાનિકે એડવોકેટ કૈલાસદાન કે. ગઢવી, હરદાસ ગિલવા અને ભાવેશ એન. સોંધરા હાજર રહ્યા હતા.