ખાવડા ગમખ્વાર અકસ્માત અંગે PM મોદીએ શોક વ્યક્ત કર્યો
કચ્છ જિલ્લાના ખાવડા નજીક મોડી રાત્રે બોલેરો અને બલ્કર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 7 શ્રમિકોના કમકમાટીભર્યા મોત નિપજતા સમગ્ર દેશમાં શોક છવાઈ ગઈ છે.
શુક્રવાર તા. 09-10-2026 ના રોજ વહેલી સવારે 3 થી 4 વાગ્યાના અરસામાં ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કની અંદર આ અકસ્માત થયો હતો. બોલેરો કેમ્પરમાં 30 થી 32 જેટલા શ્રમિકો ભરેલા હતા.
સામેથી આવતા ટ્રક સાથે હેડ-ઓન ટક્કર થતા બોલેરોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. 7 શ્રમિકો અંદર જ ફસાઈ ગયા હતા
જેમને ક્રેનની મદદથી બહાર કાઢવા પડ્યા હતા. તમામના મોત થયા હતા અને 20 થી વધુ ઘાયલોને ભુજની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ હૃદયવિદારક ઘટના અંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ઊંડું દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સાંત્વના દર્શાવી હતી અને અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા 22 જેટલા શ્રમિકો ઝડપથી સાજા થઈને ઘરે પરત ફરે તે માટે ખાસ પ્રાર્થના કરી હતી.