કચ્છ લોક સભાના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા દ્વારામોદીજીના દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ સાથે પદયાત્રા ત્રીજા દિવસેમાતાજી ના દર્શન માટે માતાના ના મઢ સ્થાનક પર પહોંચવાના આરે

નરેન્દ્રભાઈ મોદીજીના દીર્ઘાયુષ્યની મંગલકામના સાથે સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા દ્વારા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજના સૌજન્ય થી
“દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રા” નું આયોજન કરવામાં આવ્યું છે. સાંસદશ્રી દ્વારા આ પદયાત્રા તા.08 ઓક્ટોબર – 2026, ગુરુવારની
સાંજથી મીરઝાપર “માં આશાપુરા સેવા સંકલ્પ પદયાત્રા”નો પ્રારંભ કરવામાં આવેલ, જે તા. 10 ઓક્ટોબર 2026, શનિવારના રોજ
ત્રીજા દિવસે માતાજી ના દર્શન માટે માતાના ના મઢ સ્થાનક પર પહોંચવાના આરે છે.
સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા સાથે વિક્રમસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, અલ્પેશભાઈ પટેલ, સુરેન્દ્રસિંહ
જાડેજા, નિલેશભાઈ દાફડા, શક્તિસિંહ ઝાલા, ભીમજીભાઈ ચાવડા, હરેશભાઈ લોન્ચા, ભરતભાઈ રોશિયા, ધર્મેશભાઈ કેશરાણી,
જીગરભાઈ ગોહિલ, સિધ્ધરાજસિંહ સોઢા, વિગેરે લોકો જોડાયા હતા.
આસ્થા અને પરંપરા સાથે લાખો માઈભક્તો “જય માતાજી” ના નાદ સાથે દુર – દુર ના શહેરો અને ગામડાઓ થી પગપાળા
માતાના મઢ પહોંચે છે. કચ્છના કુળદેવી દેશદેવી માં આશાપુરા ના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવે છે.