લોકશાહીના રક્ષણ માટે જનતાએ આગળ આવવું પડશે : દીપકે
કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેએ સ્પષ્ટ જાહેરાત કરી છે કે નેતાઓની અટકાયત છતાં તેમનું આંદોલન અટકશે નહીં અને ચાલુ જ રહેશે.
તેમની મુખ્ય માંગ છે કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે તાત્કાલિક ધોરણે રાજીનામું આપવું જોઈએ, તે માંગ પર પાર્ટી અડગ છે.
તેમણે આક્ષેપ કર્યો છે કે સરકાર અસંમતિનો અવાજ દબાવવા માંગે છે, જેથી હવે લોકશાહીનું રક્ષણ કરવાની જવાબદારી દેશની જનતાએ પોતાના હાથમાં લેવી પડશે.
CJP દ્વારા દેશભરના યુવાનો અને નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સ્વયં આગળ આવીને આંદોલનનું નેતૃત્વ સંભાળે, જેથી લોકશાહી મૂલ્યોનું રક્ષણ થઈ શકે.