રેશનમાં ઘઉં કે માટી? મુન્દ્રામાં 10 બોરીમાં ભેળસેળનો પર્દાફાશ
મુન્દ્રાના નવલખા બંગલા પાસે આવેલી સરકારી સસ્તા અનાજની દુકાનમાંથી ગરીબોના હકના અનાજમાં ગોટાળો બહાર આવ્યો છે.
વિતરણ માટે આવેલી 10 બોરી ઘઉં ખોલતા જ અંદર ઘઉં કરતા વધુ માટી, કાંકરા અને તૂટેલા દાણા જોવા મળ્યા. ગરીબોને ખાવા લાયક અનાજના નામે ખરાબ જથ્થો આપવાનો પ્રયત્ન થતા લોકોમાં રોષ ફેલાયો.
સમા અબ્દુલ મજીદની દબંગ એન્ટ્રી
મામલાની ગંધ આવતા જ મુન્દ્રાના જાગૃત સામાજિક કાર્યકર સમા અબ્દુલ મજીદ સ્થળ પર પહોંચ્યા. દુકાનદારની હાજરીમાં જ બોરી ચેક કરી અને ભેળસેળનો પુરાવો સામે લાવ્યા.
અબ્દુલ મજીદે મામલતદાર અને પુરવઠા વિભાગ પાસે માંગ કરી છે કે, આ 10 બોરી ખરાબ જથ્થો તરત પરત લેવામાં આવે, તેની ગુણવત્તા ચકાસવામાં આવે અને ગરીબોને તાત્કાલિક સારું અનાજ આપવામાં આવે. આ ગોટાળા પાછળ કોણ જવાબદાર છે તેની તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે.