અંજારમાં ઓનલાઇન ઠગાઈનો ખેલ: વેપારીને રૂ. 1.99 લાખનો ચૂનો!
અંજારના વરસામેડી ગામે મોબાઈલ-મની ટ્રાન્સફરની દુકાન ચલાવતા 23 વર્ષીય વેપારી સાથે ગઠિયાએ “આશીર્વાદ મેડિકલના રામજીભાઈ” ના નામે ફોન કરી તરકટ રચ્યું.
ગેસ્ટ હાઉસના ભાડાની વાત કરી અલગ-અલગ બેંક ખાતા અને UPI માં રૂ. 99,000 + રૂ. 50,000 + રૂ. 50,000 = કુલ રૂ. 1,99,000 ટ્રાન્સફર કરાવી ફોન કાપી નાખ્યો. પૈસા લેવા મોકલેલ વ્યક્તિ પાસે રોકડ ન નીકળતા ઠગાઈનો ભાંડો ફૂટ્યો.
અંજાર પોલીસે BNS અને IT એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.