માધાપરના યુવકને ચેક પરત કેસમાં ત્રણ માસની કેદની સજા

 ચેક પરત ફરવાના કેસમાં માધાપરના યુવક આરોપી આદર્શ મૂરજીભાઇ સુથારને કોર્ટે તકસીરવાન ઠેરવી ત્રણ માસની કેદની સજાનો હુકમ કર્યો છે. ફરિયાદી નીરવ અશોક ઠક્કર (ભુજ) પાસેથી આરોપી આદર્શ મૂરજીભાઇ સુથાર (રહે. પંકજનગર, માધાપર)એ મિત્રતાના નાતે નાણા માગતાં રૂા. 70 હજાર આપ્યા હતા, જે ચૂકવણી માટે આરોપી આદાર્શે આપેલા ચેક પરત ફરતાં ફરિયાદ દાખલ કરાવાઇ હતી. આ કેસમાં ત્રીજા જ્યુ. મેજિ.એ આરોપીને કસૂરવાર ઠેરવી ત્રણ માસની સાદી કેદની સજા તથા ચેકની બાકી રકમ નવ ટકા વ્યાજ લેખે ફરિયાદીને ચૂકવવા અને આ રકમ ન ચૂકવે તો વધુ એક માસની કેદની સજાનો હુકમ કર્યો છે. ફરિયાદીના એડવોકેટ તરીકે અવનીશ જે. ઠક્કર, સલીમ એસ. ચાકી હાજર રહ્યા હતા.