રૂસ-યુક્રેન વચ્ચે ઊર્જા યુદ્ધવિરામ

image

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને યુક્રેન વચ્ચે `ઊર્જા યુદ્ધવિરામ’નો દાવો કર્યો છે. માહિતી મુજબ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું છે કે, યુદ્ધવિરામ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે અને બંને પક્ષો એ માટે સંમત થયા છે. તેમણે બંને પક્ષોને તેનો ભંગ ન કરવાની અપીલ કરી છે.  યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્દોમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી ઊર્જા યુદ્ધવિરામની જાહેરાતની માહિતી મારા માટે પણ નવી છે.  જો રશિયા ઊર્જા યુદ્ધવિરામ માટે સંમત થશે તો યુક્રેન પણ તેની સાથે સંમત થશે.  અગાઉ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્દોમીર ઝેલેન્સ્કીએ રવિવારે જણાવ્યું હતું કે, જો મોસ્કો યુક્રેનના ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરવાનું બંધ કરશે, તો યુક્રેન રશિયન ઓઇલ રિફાઇનરીઓ પર હુમલો કરવાનું બંધ કરવા તૈયાર છે.  શનિવારે ટ્રમ્પે અમેરિકામાં ડીઝલના ભાવમાં વધારો કરવા બદલ રશિયન રિફાઇનરીઓ પર યુક્રેનના હુમલાનો આરોપ લગાવ્યો હતો. તેમણે ઝેલેન્સ્કીને હુમલો રોકવા કહ્યું હતું.