સાઉદીના એરપોર્ટ પર મોટો હુમલામા 12નાં મોત

image

સાઉદી અરેબિયાના કિંગ ખાલિદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર હુતીઓના મોટા મિસાઇલ હુમલામાં ઓછામાં ઓછા 12 લોકો માર્યા ગયા અને 309થી વધુ ઘાયલ થયા હતા. સાઉદી અરેબિયન સિવિલ એવીએશન ઓથોરિટીએ હુમલાના મૃત્યુ આંકને પુષ્ટિ આપી છે. વિશ્વભરના નેતાઓએ આ હુમલાને વખોડી કાઢયો છે. સીએસીએ મુજબ,મૃતકોમાં ચાર સાઉદી નાગરિકોનો સમાવેશ થાય છે.બાકીના પીડિતોમાં બે બાંગલાદેશી અને યુનાઇટેડ સ્ટેટ્સ, ઇજિપ્ત, જોર્ડન, સીરિયા, પેલેસ્ટાઇન અને સુદાનના એક-એક નાગરિકનો સમાવેશ થાય છે. 309 ઘાયલમાંથી ઘણાની હાલત ગંભીર છે અને તેઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર  લઈ રહ્યા છે.  ઓથોરિટીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, આ 309 બધા ઘાયલોને જરૂરી તબીબી સારવાર મળી રહી છે. હુમલામાં મિલકતને પણ નુકસાન થયું હતું, જેનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.  આ હુમલો છેલ્લા અઠવાડિયામાં કિંગ ખાલિદ એરપોર્ટ પર થયેલા અનેક હુમલાઓ પૈકીનો એક છે. સાઉદીની આગેવાની હેઠળના ગઠબંધન દ્વારા પડોશી યમનમાં ઈરાન સમર્થિત હુતી બળવાખોરો સામે મોટી લશ્કરી ઝુંબેશ શરૂ કરવામાં આવી, ત્યારથી એરપોર્ટ સતત નિશાન બન્યા છે. 6 અને 7 ઓક્ટોબરના પણ એરપોર્ટ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ત્રણ લોકોનાં મોત અને 36 ઘાયલ થયા હતા.