બાયઠમાં સસલાંનો શિકાર કરતા ત્રણ ઈસમો ઝડપાયા
માંડવી રેન્જના કાર્યક્ષેત્રમાં બાડા-2 રાઉન્ડના વિસ્તારમાં ગત મધ્યરાત્રિના સ્થાનિક બાતમીના આધારે ફેરણા દરમ્યાન ત્રણ ઈસમોને પકડી પૂછપરછ કરતાં તેઓ પાસેથી વન્ય પ્રાણી સસલું જીવ-2ના મૃત અવશેષ તથા માંસ મળી આવતાં ગુનેગારોની અટક કરી તેની સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972ની કલમ-2, 2(16), 2(36), 9, 39, 50 તથા 51 અંતર્ગત ગુનો દાખલ કરાયો છે.સૂત્રો પરથી મળતી માહિતી ઝડપાયેલા આરોપીઓ નો સમાવેશ થાય છે અને તેઓ પાસેથી બે-ટોર્ચ, કુહાડી, લાકડી તથા બે મોટરસાઈકલ જપ્ત કરાઈ હતી. ગુનેગારોને અટક કરી તેઓ પાસેથી ડિપોઝિટ પેટે એક લાખ 50 હજાર વસૂલ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ કાર્યવાહી કચ્છ પશ્ચિમ વન વિભાગના ડી.એફ.ઓ એચ.જે. ઠક્કર તથા મદદનીશ વન સંરક્ષક આર.એલ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર એ.સી. ડોડિયા તથા રાઉન્ડ ફોરેસ્ટરો એચ.આર. ડાંગર, જે.પી. ડાંગર તથા વનરક્ષકોમાં એસ.જે. ચારણ, ડી.કે. ગઢવી, એસ.કે. મંધુડા તથા માંડવી રેન્જ સ્ટાફ દ્વારા કરાઈ હતી.