265 કરોડના મ્યુલ એકાઉન્ટનો નાસતો ઈસમ ઝડપાયો

પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા મિશન ફ્યુઝિટિવ અંતર્ગત રૂા. 265 કરોડના મ્યુલ એકાઉન્ટના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.સૂત્રો પરથી મળતી માહિતી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. બોરીસાગરની આગેવાની હેઠળની ટીમે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જરૂરી વર્કઆઉટ કરી ઉપરોક્ત આરોપીને પકડી પાડયો છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 અને આઈ.ટી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.