આંકડો લેનાર તથા રમનારા ત્રણ શખ્સ ઝડપાયા:ગાંધીધામ

ગાંધીધામ શહેરના નવી સુંદરપુરી વિસ્તારમાં જાહેરમાં આંકડો લેનાર તથા આંકડા લગાવવા આવેલા એમ ત્રણ આરોપીઓ પોલીસે પકડી પાડી રોકડ રૂા. 1530 જપ્ત કરાયા હતા.સૂત્રો પરથી મળતી માહિતી રાબેતા મુજબ આંકડા ઉપર ક્યાં અપાતો હતો તે બહાર આવ્યું નહોતું. શહેરના સુંદરપુરી દશામાના મંદિર પાછળ પોલીસે કાર્યવાહી કરી હતી, અહીં જાહેરમાં લોકો પાસેથી આંકડો લેનાર તથા આંકડો રમવા આવેલા શખ્સોને પોલીસે પકડી પાડયા હતા. આંકડો લેનાર પાસેથી 7 ડાયરી, રોકડ રકમ તથા અન્ય બે શખ્સ પાસેથી રોકડ રકમ એમ કુલ રૂા. 1530 જપ્ત કરાયા હતા. રમવા આવનારા પણ ઝડપાયા હતા, પણ આંકડો લેનાર શખ્સ ઉપર કોને લખાવતો હતો તેનું નામ સુદ્ધાં પોલીસ ઓકાવી શકી નહોતી.