કચ્છના સરહદી વિસ્તારમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા ‘સિવિક એક્શન પ્રોગ્રામ’નું સફળ આયોજન

કચ્છના સરહદી વિસ્તારમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા ‘સિવિક એક્શન પ્રોગ્રામ’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ સરહદી વિસ્તારના ગ્રામજનો સાથે પરસ્પર તાલમેલ, સદ્ભાવના અને ભાઈચારો જાળવી રાખવાનો છે. કાર્યક્રમ દરમિયાન BSFના અધિકારી વિજય કુમારે જણાવ્યું હતું કે, ભારત સરકાર તરફથી મળતા બજેટ હેઠળ સીમાવર્તી ગામોની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે પ્રથમ ગામના સરપંચ, પંચાયત સભ્યો તથા શિક્ષકો સાથે બેઠક યોજીને ચર્ચા કરવામાં આવે છે. ગ્રામજનો અને શાળાની માંગ અનુસાર ફૂટબોલ, વોલીબોલ, બેડમિન્ટન અને ક્રિકેટ કિટ્સ જેવી રમત-ગમતની સામગ્રી, શાળા માટે ટેબલ, ખુરશીઓ તથા ફર્નિચર અને ગામ માટે તિજોરી, વોટર પ્યુરિફાયર તેમજ પીવાના પાણી માટેના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કચ્છ સરહદી વિસ્તાર હોવાના કારણે BSF અને સ્થાનિક નાગરિકો વચ્ચે સારો સમન્વય અને સુમેળપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે જરૂરી છે