ગૌસેવાના હેતુથી ભુજના આશાપુરા માતાજી મંદિરે અનોખા અનુષ્ઠાનનો પ્રારંભ

image

કચ્છમાં ઓછા વરસાદના પગલે ઘાસચારા અને પાણીની અછતથી અબોલ પશુઓની મુશ્કેલી વધી છે, ત્યારે ગૌસેવાના હેતુથી ભુજના આશાપુરા માતાજી મંદિરે અનોખા અનુષ્ઠાનનો પ્રારંભ થયો છે…આસો નવરાત્રિના પાવન દિવસોમાં સંગીતકાર શૈલેષભાઈ જાની દ્વારા 151 કલાકના અખંડ નોબત વાદનની સાધના કરવામાં આવી રહી છે….


ભુજમાં આવેલા આશાપુરા માતાજીના સાનિધ્યમાં એક જ આસને બેસીને શૈલેષભાઈ નોબતના વિવિધ તાલ વગાડી રહ્યા છે… દરરોજ 15 કલાક સુધી સળંગ નોબત વાદન કરવામાં આવી રહ્યું છે…આ અનુષ્ઠાનનો મુખ્ય હેતુ ગૌદાન એકત્રિત કરી કચ્છના ગૌવંશ માટે ઘાસચારા માટે સેવાકીય પ્રવૃત્તિનો છે…
કચ્છમાં વરસાદ ખેંચાતા પશુઓનો નિભાવ મુશ્કેલ બન્યો છે. ત્યારે દાનમાં મળતી રકમમાંથી અંદાજે 250 જેટલી ઘાસ ભરેલી ગાડીઓ કચ્છના છેવાડાના વિસ્તારોમાં અબોલ પશુઓ માટે મોકલવાનું આયોજન કરવામાં આવ્યું છે…દરરોજ 15 કલાક નોબત વગાડી ગૌસેવા માટે દાન એકત્રિત કરવામાં આવી રહ્યું છે…