કુકમા પાસે કારના કાચ તોડી 1.80 લાખ રોકડા અને લેપટોપની તસ્કરી

શેખપીર – કુકમા ત્રણ રસ્તા પાસે ચામુંડા ટી સ્ટોલની બાજુમાં કુકમા સ્ટોપ પર ગાડીનો કાચ તોડી રોકડા રૂા. 1.80 લાખ તથા લેપટોપની ચોરી થઈ હતી. મળતી માહિતી મુજબ આ બાબતે પદ્ધર પોલીસ મથકે મોરબીના હાલે માધાપરનાએ ફરિયાદમાં લખાવ્યા અનુસાર, આ ચોરી 10 તારીખે રાત્રે પોણા એકથી બે વાગ્યા દરમ્યાન થઈ હતી. તેમની ખુલ્લામ પાર્ક કરેલી વેન્યુ ગાડીનો ડ્રાઈવર સાઈડનો પાછળનો કાચ તોડી તેમાંથી ડેલ કંપનીનું 10 હજારનું લેપટોપ અને 1.80 લાખ રોકડાની ચોરી કરવામાં આવી હતી. મહિન્દ્રા કોટક બેંક, એક્સિસ બેંક, એસબીઆઈ બેંક તેમજ આરડીસી બેંકની સહી  વગરની ચેકબુક અને પાસબુક તેમજ તેમના પિતાની આરડીસી બેંક અને પત્નીની એસબીઆઈ બેંકની ચેકબુક, પ્લાસ્ટિકના સ્ટેમ્પ, બહુચર રિવાઈન્ડિંગનો સ્ટેમ્પ, કંપનીના રજિસ્ટર, ડિજિટલ સાઈનવાળી પેનડ્રાઈવ સહિતની ચોરી થતાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.