અંજારની સોસાયટીમાં નવજાત શિશુ મૃત મળતા ચકચાર

અંજારની ઓમવિલા સોસાયટીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક મકાનના ઓટલા પરથી તાજું જન્મેલ શિશુ ક્ષતિગ્રસ્ત અને મૃતહાલતમાં મળી આવ્યું હતું.મળતી માહિતી મુજબ અંજારની ઓમવિલા સોસાયટીમાં રહી ગુલાબ મિલની અંદર મોમાઈ ટ્રેડિંગ નામે પશુ આહારનો વેપાર કરનાર ફરિયાદી પોતાની દુકાને હતા દરમ્યાન તેમની સોસાયટીમાં રહેનારએ ફોન કરી મકાન નં. 65ની બાજુમાં નવજાત શિશુ મૃત પડયું હોવાની વાત કરી હતી જેથી ફરિયાદી ત્યાં દોડી ગયા હતા. આ મકાનના ઓટલા પાસે નવજાત શિશુનો માથાથી કમર સુધીનો ભાગ પડયો હોવાનું બહાર આવ્યું હતું. આ બાળકને શેરીમાં રખડતું કૂતરું ત્યાં લઈને આવ્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે. આસપાસ વધુ તપાસ કરાતાં સોસાયટીના ખાલી પ્લોટ નંબર 68ની દીવાલની બાજુમાંથી બાળકની મેલી નાળ, મેલી કોથળી મળી આવ્યા હતા. બનાવ અંગે 112ને ફોન કરાતા પોલીસ ત્યાં દોડી આવી હતી. કોઈ અજાણી ત્રીએ પોતાના નવજાત શિશુના મૃતદેહનો છૂપી રીતે નિકાલ કરવાના અથવા બાળકનો જન્મ છૂપાવવાના ઈરાદે તેને ત્યજી દીધું હોવાની શંકાના આધારે પોલીસે અજાણી ત્રી સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.