અજાપર અને ઝુરા કેમ્પમાં યુવાનોએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

અંજારના અજાપરમાં રહેનાર 33 વર્ષીય યુવાને તેમજ ભુજ તાલુકાના ઝુરા કેમ્પના 31 વર્ષીય યુવાનએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. મળતી માહિતી મુજબ અજાપરમાં રહેનાર યુવાન ગત તા. 13-10ના સાંજના અરસામાં રાધે હર્બલ નામની દુકાનમાં હતો. તે દરમ્યાન તેણે કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ પોતાના જીવનનો અંત આણ્યો હતો. બનાવ અંગે અંજાર પોલીસે નોંધ કરી આ બનાવની આગળની વધુ તપાસ હાથ  ધરી છે. જ્યારે બીજી બાજુ ઝુરા કેમ્પમાં રહેતાએ સવારે 10 વાગ્યાની આસપાસ ઝુરા ગામની સીમમાં ગળેફાંસો ખાઇ લીધો હતો. આથી તેને તેના ભાઇ સારવાર અર્થે ભુજની જી.કે. જનરખલ હોસ્પિટલમાં લઇ આવતાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યા હોવાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં લખાવાઇ છે.