દિવ્યાંગોના સશક્તિકરણ તરફ ઐતિહાસિક કદમ: ભીમાસરમાં “દિવ્યાંગ પુનર્વસન કેન્દ્ર”નું ભવ્ય લોકાર્પણ

ગુજરાતમાં માનવસેવા અને દિવ્યાંગજન કલ્યાણના ક્ષેત્રે આજે એક સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. દિવ્યાંગજનોને સમાજની મુખ્યધારામાં લાવવા અને તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાના ઉદ્દેશ્યથી રત્નમણિ મેટલ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડ (CSR) અને બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન (BPA) ના સંયુક્ત ઉપક્રમે ભીમાસર, અંજાર (કચ્છ) ખાતે અત્યાધુનિક ‘દિવ્યાંગ પુનર્વસન કેન્દ્ર’ નો શુભારંભ કરવામાં આવ્યો છે.આ સુવિધાજનક કેન્દ્રનું ઉદ્ઘાટન રત્નમણિ મેટલ્સના સી.એમ.ડી. શ્રી પ્રકાશભાઈ સંઘવી, જે. એમ.ડી. શ્રી જયંતિભાઈ સંઘવી તેમજ બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશનના પ્રમુખ શ્રી રાજેન્દ્ર શાહના વરદ હસ્તે સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું.
વધારે માહિતી આપતાં રત્નમણી કંપનીના શ્રી જગત કીનખાબવાલા હેડ સી.એસ.આર એ જણાવ્યું હતું કે:
સમયની માંગ અને આ કેન્દ્રનું મહત્વ: અંજાર અને સમગ્ર કચ્છ વિસ્તારના પરિવારજનો માટે દિવ્યાંગ બાળકો અને વ્યક્તિઓ માટે સ્થાનિક સ્તરે તમામ સુવિધાઓ ધરાવતા પુનર્વસન કેન્દ્રની લાંબા સમયથી જરૂરિયાત હતી. આ કાયમી સેન્ટર દ્વારા તમામ ૨૧ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા બાળકો અને વ્યક્તિઓને એક જ છત નીચે સમાવેશી સેવાઓ પૂરી પાડવામાં આવશે: 🔹 વિશિષ્ટ ફિઝિયોથેરાપી અને પર્સનલાઇઝ્ડ સુપર-સ્પેશિયાલ્ટી કેર 🔹 સ્પેશિયલ એજ્યુકેશન (વિશિષ્ટ શિક્ષણ) અને વોકેશનલ ટ્રેનિંગ
🔹 કૌશલ્ય વિકાસ (સ્કિલ ડેવલપમેન્ટ) અને મહિલા સશક્તિકરણ કાર્યક્રમો આત્મનિર્ભરતા અને ગૌરવપૂર્ણ ભવિષ્ય તરફ પ્રયાણ:
બનાસકાંઠાના ધાનેરા ખાતે સફળતાપૂર્વક કાર્યરત સેન્ટર બાદ, રત્નમણિ CSR અને BPA નો આ બીજો મહત્વપૂર્ણ પ્રયાસ છે.
આ કેન્દ્રનો મુખ્ય ધ્યેય દિવ્યાંગ બાળકો માત્ર નિર્ભર ન રહેતા, આત્મનિર્ભર બને, સમાજમાં ગૌરવપૂર્ણ સ્થાન મેળવે અને રોજગારી મેળવવા સક્ષમ બને તેવો છે.
આ જીવનબદલનારા સ્વપ્નને સાકાર કરવા બદલ અંધજન મંડળના જનરલ સેક્રેટરી શ્રી ભૂષણ પુનાની અને અંધજન મંડળના મંડળના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી નંદિનીબેન રાવલ, પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી વિમલબેન થવાની, ટ્રસ્ટીશ્રી રોહિતભાઈ શાહ, ડેપ્યુટી ડાયરેક્ટર ભરતભાઈ જોશી, અંધજન મંડળના કે સી આર સી ને મેનેજર અરવિંદસિંહ ગોહિલ, ભીમાસર ગામના આગેવાનોમાં શ્રી વી કે હુંબલ, બાબુભાઈ હુંબલ, ગ્રામ પંચાયતના આગેવાન હરેશભાઈ વી. હુંબલ તેમજ સમાજના સર્વે આગેવાનો આ સેવાયજ્ઞમાં હાજર રહ્યાં હતાં. દિવ્યાંગ બાળકો, વ્યક્તિઓ અને તેમના વાલીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રત્નમણી કંપની અને અંધજન મંડળ દ્વારા આ પ્રસંગે તમામ શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.