ભુજ તાલુકાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૬-૨૭ સ્વામીનારાયણ ગુરુકુળ, નારાણપર ખાતે યોજાયું..

image

જી.સી.ઈ.આર.ટી,ગાંધીનગર, જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી,ભુજ પ્રેરિત સાંદીપની શાળા વિકાસ સંકુલ અને બ્લોક રિસોર્સ સેન્ટર ભુજના સંયુક્ત ઉપક્રમે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન-૨૦૨૬નું આયોજન શ્રી ઘનશ્યામ વિદ્યાલય (શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ) ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં, મુખ્ય અતિથિ તરીકે ગુરુકુળ સંચાલક શ્રી નારાયણવલ્લભ દાસજી, સ્વામી શ્રી ધર્મચરણ દાસજી, જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમાર, જિલ્લા શિક્ષણ સમિતિ કૉ-ઓપ્ટ. સભ્ય શ્રી રશ્મિભાઈ ઠક્કર, શ્રી રાણાભાઈ ડાંગર, ગુરુકુળના ટ્રસ્ટીશ્રી શિવજીભાઈ વેકરિયા, શિક્ષણ નિરીક્ષક શ્રી પૃથ્વીરાજસિંહ ઝાલા અને શ્રી મહેશદાન ગઢવી, એસ.વી.એસ. કન્વીનર વિજયભાઈ કાલરિયા, લાયઝન ઓફિસર શ્રી રાજેશ્વરીબેન ગોસ્વામી, બી.આર.સી. ભુજ ભરતભાઈ પટોડીયા, પ્રાથમિક અને માધ્યમિક સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિલેશભાઈ ગોરે શાબ્દિક આવકાર આપ્યો હતો. આચાર્ય પંકજ રાજગોર દ્વારા સંસ્થા પરિચય આપવામાં આવ્યો હતો. મહેમાનનું ઢોલના રણકાર સાથે વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું. પુસ્તક, સાલ અને સ્વાગત નૃત્ય દ્વારા મહેમાનોને આવકારવામાં આવ્યા હતા. પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાના બાળ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલ કૃતિઓને નિહાળી ભાગ લેનાર તમામ શાળાઓને સ્મૃતિચિહ્ન તેમજ બાળ વૈજ્ઞાનિકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે વિજ્ઞાન અને ગણિતનું વાસ્તવિક જીવનમાં અને અભ્યાસમેં કેટલું મહત્વ છે તે રસપ્રદ શૈલીમાં સમજાવ્યું હતું, તાલુકા કક્ષાએથી જિલ્લા, ઝોન અને રાજ્ય સુધી પહોચવા શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને સફળ બનાવવામાં શ્રી ઘનશ્યામ વિદ્યાલય નારણપરના શિક્ષકો અને વિદ્યાર્થીઓ, સી.આર.સી. મિત્રો, એસ.વી.એસ.ની ટીમ નવજોતસિંહ રાઠોડ, અલ્પેશભાઈ ચારોલા, મૌલિકભાઈ પટેલ, નિખિલભાઈ ગોરએ જહેમત ઉઠાવી હતી. સંચાલન શ્રી મનનભાઈ ઠક્કર તેમજ આભારવિધિ મદદનીશ શિક્ષણ નિરીક્ષક શ્રી પરેશભાઈ અજાણીએ કરી હતી. આજના આ વિજ્ઞાન મેળામાં સર્વે ભાગ લેનાર વિદ્યાર્થીઓ, તમામ વિભાગના નિર્ણાયકો, માર્ગદર્શક શિક્ષકશ્રીઓ, S.M.C અને S.M.D.Cના સભ્યશ્રીઓ, શાળાના વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો સહીત ૧૦૦૦ જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.