ભુજમાં ગોલ્ડ લોન ટ્રાન્સફર કરવાનાં બહાને 90 હજારની ઠગાઇ
ગોલ્ડ લોન ફાઈનાન્સ કરતી એક કંપનીમાંથી બીજા કંપનીમાં ટ્રાન્સફર કરવા દરમ્યાન ગ્રાહકે પોતાનાં ખાતા રૂા. 90,000 મેળવી બાદમાં લોન ન કરાવી અને નાણાંય પરત ન આપતાં ગોલ્ડ લોન ફાઈનાન્સ કંપની સાથે છેતરપિંડી થયાની ફરિયાદ દાખલ થઈ છે. મળતી માહિતી મુજબ આ અંગે હોસ્પિટલ રોડ સ્થિત કેપરી ગોલ્ડ ફાઈનાન્સ કંપનીની બ્રાન્ચમાં નોકરી કરતાએ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર આરોપીની ગોલ્ડ લોન બજાજ ફાઈનાન્સમાં ચાલતી હતી. આ લોન ટ્રાન્સફરની વિગત મુજબ જે ગ્રાહકની અન્ય ફાઈનાન્સની લોન ચાલુ હોઈ એ લોન ત્યાં બંધ કરાવા અને તે નાણા તેના ખાતામાં નાખી અને ત્યાં લોન પુરી કરાવા ગોલ્ડ લઈ અમારી કંપનીમાં લાવી અમે લોન કરી આપી અમારી ભાષા તેને બી.ટી. કહેવાય છે. આરોપીની એક લોન આ રીતે ટ્રાન્સફર થયા બાદ તેને બીજી લોન ટ્રાન્સફર કરાવી હતી. આથી તા.10/10ના તેના ખાતામાં રૂા. 90 હજાર નાખ્યા હતા અને બજાજ ફાઈનાન્સમાં ગયા બાદ ત્યાંથી તે નીકળી ગયો હતો. ફોન કરતા તેણે હોસ્પિટલમાં રિપોર્ટ લેવાનું જણાવ્યું હતું અને સાંજે ફોન કરતા રાત સુધી નાણા પરત કરી દેવાનું જણાવ્યું હતું, પરંતુ આ બાદ તે ફોન જ ઉપાડતો ન હોવાથી તેણે રૂા. 90,000ની છેતરપિંડી કરી હોવાનું ગઈકાલે ફરિયાદ નોંધાવાઈ છે.