કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે કચ્છની કુળદેવી મા આશાપુરાના મંદિરે પરંપરાગત હોમ-હવનનો પ્રારંભ થયો

image

કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે કચ્છની કુળદેવી મા આશાપુરાના મંદિરે પરંપરાગત હોમ-હવનનો પ્રારંભ થયો છે. ધાર્મિક વિધિમાં ભાગ લેવા અને હવનનાં દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં માઈભક્તો માતાના મઢ ખાતે પહોંચ્યા છે. પરંપરા મુજબ મધ્યરાત્રિએ માતાના મઢ જાગીરના અધ્યક્ષના હસ્તે બીડું હોમવાની વિધિ યોજાશે, જ્યારે આવતીકાલે સવારે રાજવી પરિવાર દ્વારા પરંપરાગત પતરીવિધિ કરવામાં આવશે. મા આશાપુરાના દર્શને ઉમટેલા ભક્તોમાં ધાર્મિક આસ્થા અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે.