નખત્રાણા તાલુકાના ઉઠોગડી પાટીયા પાસે કાળો કેર : નશામાં ધૂત ટ્રેલરે બન્ની ના માલધારી ની લાખેણી ભેંસો ને કચડી!

નખત્રાણા તાલુકા ના ઉઠોગડી પાટીયા પાસે ગઈકાલે રાત્રે એક હૃદય કંપાવનારી ઘટના બની હતી. રાત્રી ના સમયે હાઈવે પરથી પસાર થઈ રહેલી બન્ની વિસ્તાર ના માલધારી ની કિંમતી ભેંસો ને એક બેફામ ટ્રેલરે અડફેટે લઈ લીધી હતી.

પ્રત્યક્ષદર્શીઓ ના જણાવ્યા અનુસાર ટ્રેલર ચાલક દારૂ પીધેલી હાલત માં હતો અને ખૂબ જ ઝડપે વાહન ચલાવી રહ્યો હતો. જેના કારણે તેણે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવ્યો અને ભેંસો ને કચડી નાખી.

આ અકસ્માત માં કેટલીક ભેંસો ના ઘટના સ્થળે જ મોત થયા છે, જ્યારે એક ભેંસ ગંભીર રીતે ઘાયલ થઈ ને મૃત્યુ ના મુખ પર છે. આ ભેંસો માલધારી પરિવાર માટે રોજી-રોટી નો એકમાત્ર સહારો હતી, જેને આ રીતે અકસ્માત માં ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

હાઈવે પર આવા દારૂ પીને બેફામ વાહન ચલાવતા ચાલકો સામે તંત્ર કેમ કોઈ કડક કાર્યવાહી કરતું નથી? તેવો સવાલ હવે માલધારી સમાજ માંથી ઉઠી રહ્યો છે. માલધારીઓ ની વર્ષો ની મહેનત એક જ ઝાટકે રોડ પર રગદોળાઈ ગઈ છે.

પોલીસ દ્વારા આ નશેડી ટ્રેલર ચાલક સામે તાત્કાલિક કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.