ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં ચોંકાવનારો ખુલાસો, બીજા શૂટરની પિસ્તોલ જામ થતાં બચ્યો અભિનેતાનો જીવ
બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ પર થયેલા ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર ઘટનામાં દેશી પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ હુમલાખોરોએ ટાઈગર શ્રોફની કાર પર કુલ 7 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાંથી 5 ગોળીઓ સીધી કારમાં વાગી હતી, જ્યારે 2 ગોળીઓ નિશાન ચૂકી ગઈ હતી. નસીબજોગે આ ઘટનામાં ટાઈગર શ્રોફનો આબાદ બચાવ થયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલા દરમિયાન બીજા શૂટરની પિસ્તોલ અચાનક જામ થઈ ગઈ હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. જો પિસ્તોલ જામ ન થઈ હોત તો ઘટના વધુ ગંભીર બની શકી હોત.
હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.