મુખ્યમંત્રીએ દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી

image

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની મુલાકાત લીધી હતી.સૂત્રો પરથી મળતી માહિતી આ બાબતે મુખ્યમંત્રીએ ટ્વીટ કરતા કરતા જણાવ્યું હતું કે આ મુલાકાત દરમિયાન, રાજ્યના ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલાઓના જીવનમાં સમૃદ્ધિ અને કલ્યાણ લાવવા તેમજ તેમના માટે નવી તકોનું સર્જન કરવા અંગે મને તેમનું અમૂલ્ય માર્ગદર્શન અને દિશાનિર્દેશ પ્રાપ્ત થયા છે. મેં ‘વિકસિત ગુજરાત – વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા ફરી દોહરાવી હતી.  વડાપ્રધાન સાથેની મુલાકાતો હંમેશા નવી ઊર્જા અને ઉત્સાહનો સંચાર કરે છે.