`ફસાઈ’ની ઝેપ્ટો પર તવાઈ

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એ ફૂડ સેફ્ટી નિયમોના કથિત ઉલ્લંઘન અને ગેરમાર્ગે દોરતા લેબાલિંગ અને જાહેરાતના દાવાઓ બદલ ઘણી કંપનીઓ પર પણ કડક કાર્યવાહી કરી છે, જેમાં એક્સપાયરી ડેટવાળા ચણાના લોટની ડિલિવરીના મુદ્દે ઝેપ્ટોને લેખિત જવાબ રજૂ કરવા સહિતના વિવિધ નિર્દેશ આપ્યા છે.સૂત્રો પરથી મળતી માહિતી આ ઉપરાંત બેકલાઇટ, હેલ્ધી ફૂડ્સ એલએલપી અને બીએમએસ લાઇફસાયન્સ લિમિટેડ સહિતની મોટી કંપનીઓ આ કાર્યવાહીના દાયરામાં આવી છે. એક મીડિયા હેવાલ મુજબ, ફસાઈએ આ બધી કંપનીઓ સામે અમલીકરણ કાર્યવાહી શરૂ કરી છે. ઝેપ્ટોના કિસ્સામાં, હલકી ગુણવત્તાવાળા ચણાના લોટની ડિલિવરીના આરોપોને પગલે કાર્યવાહી કરાઈ છે. નિયમનકારી સંસ્થાએ ગ્રાહકોના સ્વાસ્થ્ય અને હિતોનું રક્ષણ કરવા માટે આ પગલું ભર્યું છે. આ કંપનીઓ સામે ખાદ્ય સુરક્ષાના ધોરણોનું પાલન ન કરવાના ગંભીર આરોપો સામે આવ્યા છે. કેટલીક કંપનીઓ પર તેમના ઉત્પાદનોના લેબાલિંગમાં ખોટી માહિતી આપવાનો પણ આરોપ છે. આ ઉપરાંત, જાહેરાતોમાં કરવામાં આવેલા દાવાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. સંસ્થાએ સ્પષ્ટ કર્યું છે કે, ખાદ્ય ઉત્પાદનોની ગુણવત્તા અને સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. એક્સપાયર થયેલા બેસનની ડિલિવરી અંગેની ફરિયાદના પગલે ઝેપ્ટો માર્કેટપ્લેસ પ્રાઇવેટ લિમિટેડને નોટિસ આપવામાં આવી છે. એક ગ્રાહકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ મુદ્દો ઉઠાવ્યો હતો. ફરિયાદ મુજબ, ગ્રાહકને બેસનના બે પેકેટ મળ્યા હતા, જેના પર ઉપયોગ કરવાની અંતિમ તારીખ 12 સપ્ટેમ્બર, 2026 દર્શાવેલી હતી, જે તારીખ ડિલિવરી સમયે પહેલેથી જ વીતી ગઈ હતી. ખાદ્ય નિયમનકારી સંસ્થાએ ઝેપ્ટોને તાત્કાલિક તપાસનો નિર્દેશ આપ્યો છે. કંપનીએ ઓર્ડર, ડિલિવરી, વેરહાઉસ, વિક્રેતા અને ઉત્પાદન અંગેની વિસ્તૃત વિગતો રજૂ કરવાની રહેશે. આ ઉપરાંત, આ એક્સપાયર થયેલું ઉત્પાદન ડિલિવર થવા પાછળનું મૂળ કારણ પણ સ્પષ્ટ કરવું પડશે.