કરછમાં સારા વરસાદથી નદી નાળા વહેતા થઈ ગયા છે પરંતુ વરસાદ પડતાં ભુજ તાલુકાનાં કંડેરાઈ થી વડવારા રોડ અંદાજિત 1 વર્ષ નથી થયો અને નબળી ગુણવત્તાનું રોડ નું કામ થવાથી રોડમાં મોટા ખાડા પડી ગયા છે અને ભ્રષ્ટાચારીઓની પોલ ખૂલી ગઈ છે રોડ નું કામ સાવ નબળી ગુણવત્તાનું જોવા મળી રહ્યું છે.વરસાદનાં કારણે કંડેરાઈ થી વડવારા રોડ,મુખ્ય માર્ગો પર ખાડા-ખબોચિયા ઓનું સામ્રાજય જોવા મળી રહ્યુ છે.મુખ્ય માર્ગો પરથી દરરોજ હજારો વાહન ચાલકો પસાર થઇ રહ્યા છે. ત્યારે વાહનચાલકો આવા મોટા ખાડાથી ત્રાહીમામ પોકારી ઉઠયા છે રસ્તા પર મોટા ખાડા પડતાં વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.રોડ રસ્તાની નબળી કામગીરી હોવાથી તંત્રની પોલ ખૂલી છે વાહનો પણ સંપૂર્ણ ગરકાવ થઇ શકે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. વાહન ચાલકો જીવના જોખમ વાહન હંકારી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વરસાદ બાદ તંત્રની કામગીરીની પોલ ખુલી રહી આ માર્ગ ટૂંક સમયમાજ દયનીય હાલત બની ગયેલ છે વરસાદથી તેનું ધોવાણ થઈ ગયું હોઈ તેમાં કરાયેલ બેદરકારી સ્પષ્ટ જણાઈ આવે છે પૂરતી ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે તો આ કામમાં આટલી નબળી ગુણવતા કેમ જણાઈ આવે છે એ એક સવાલ ઉઠવા પામે છે કદાચ કયાંક ભ્રષ્ટાચારના પણ ચિહનો દ્રશ્યમાન થાય છે