હવામાન વિભાગે હાલ ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થતા આગામી 5 દિવસ ભારેથીથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 5 દિવસમાં પૂર્વ મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.કચ્છમાં સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે ભારે વરસાદની પરિસ્થિતિ જોતા માછીમારોને 6 અને 7 સપ્ટેમ્બરે દરિયો ન ખેડવા કડક શબ્દોમાં સૂચના આપી છે. સાથે દક્ષિણ ગુજરાતમાં 7 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં થોડા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામશે કારણ કે ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે અને આ વરસાદી સિસ્ટમના કારણે આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે.જો કે અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, નવસારી, વલસાડ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં પણ ભારે વરસાદ આગાહી કરવામાં આવી છે. 5 સપ્ટેમ્બરના મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ જિલ્લામાં વરસાદ પડશે. આ સિવાય 5 સપ્ટેમ્બરે સાબરકાંઠા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર અને કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ગુજરાતમાં અત્યાર સુધીનો 95 ટકા વરસાદ નોંધાયો છે અને હજુ પણ સારો વરસાદ થવાનું હવામાન વિભાગનુ અનુમાન છે. ચોમાસાની સિઝનના હજુ પણ 30 દિવસ બાકી છે. ચાલુ વર્ષે સારો વરસાદ થવાના કારણે મોટા ભાગના જળાશયો ભરાય ગયા છે. તો જળસ્તર ઉચા આવવાના કારણે કુવાઓમાં પણ નવા નીરની આવક થતા ખેડુતો ખુશ છે.