તાલુકાના લેર ગામના ઊંડા ખાડામાં નાહવા પડેલા સગીરનું ડૂબી જવાથી મોત થયું હતું. ગઈકાલે બપોર બાદ અન્ય મિત્રો સાથે તે નાહવા પડ્યો હતો. તેની લાશને ફાયર બ્રિગેડની ટીમે મોડી રાત્રે લાશ બહાર કાઢી હતી. કુકમા ગામનો 16 વર્ષીય સગીર અલ્તાફ જુમા શેખ ડૂબ્યો હોવાની જાણ કરતા પધ્ધર પોલીસ અને ભુજ ફાયર બ્રિગેડ દોડી ગયું હતું. 5 વાગ્યાથી રાતના 2 વાગ્યાની શોધખોળને અંતે તેની લાશ બહાર કાઢવામાં સફળતા મળી હતી.