“Mission Fugitive” અંતર્ગત ગાંધીધામ એ” ડીવી. પો.સ્ટે. નાં પ્રોહીબીશનનાં ગુના કામે નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોડ, પૂર્વ કચ્છ ગાંધીધામ

PHOTO-2026-10-22-18-21-36.jpg

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ-ગાંધીધામ નાઓ તરફથી જિલ્લાનાં નાસતા ફરતા આરોપીઓ તથા પેરોલ-ફર્લો/વચગાળાના જામીન પર ફરાર આરોપીઓ પકડવા ખાસ સુચના આપવામાં આવેલ.

ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી.ગોજીયા પેરોલ ફર્લો સ્કવોડ ગાંધીધામની આગેવાનીમાં નાસતા ફરતા આરોપી તથા પેરોલ ફર્લોના આરોપીઓને પકડી પાડવા પેરોલ ફર્લો ટીમ સતત પ્રયત્નશીલ હતી દરમ્યાન ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સીસના આધારે ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે. ગુ.૨.નં. 0૩૧૮/૨૦૨૬ પ્રોહી.ડ. ૬૫એ, ઇ,૧૧૬બી,૮૧ મુજબ ના ગુના કામે ગુના કામે નીચે જણાવેલ નાસતા ફરતા આરોપી બાબતે ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સ મારફતે આરોપી સુરત કડોદરા જી.આઈ.ડી.સી.ખાતે હોવાની માહિતી મળતા પેરોલફર્લો ટીમ દ્વારા જરૂરી વર્ક આઉટ કરી સુરત ખાતેથી પકડી પાડી ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે.ને સોંપી કાયદેસરની કાર્યવાહી ક૨વામાં આવેલ છે.