13 નવેમ્બરે દુનિયા ખતમ થવાની વાત સાવ ખોટી અફવા છે, ધ્યાનમાં લેતા નહીં – ઈન્સ્ટાગ્રામ પર વ્યુઝ વધારવા માટે ફેલાવાયું જૂઠાણું!
ઈન્ટરનેટ અને ઈન્સ્ટાગ્રામ પર છેલ્લા કેટલાક દિવસથી એક ડરામણી અફવા ભારે વાયરલ થઈ રહી છે કે 13 નવેમ્બર 2026 ના રોજ આપણી પૃથ્વીનો અંત આવી જશે.
પણ સત્ય એ છે કે આ કોઈ પ્રલય નથી, આ તદ્દન ખોટી અફવા છે.
હકીકતમાં 1960માં એક વૈજ્ઞાનિકે ગણિતના આધારે દાવો કરેલો કે આ દિવસે વસ્તી એટલી વધી જશે કે માણસો જગ્યા વગર કચડાઈને મરી જશે. આ ભયાનક ગણતરી આજના સમયમાં સાવ ખોટી સાબિત થઈ ગઈ છે, કારણ કે હવે તો જન્મદર દિવસે દિવસે ઘટી રહ્યો છે.
લોકો પોતાના સસ્તા વ્યુઝ અને ફોલોઅર્સ વધારવા માટે આવી ખોટી અફવાઓ ઈન્સ્ટાગ્રામમાં મૂકીને લોકોને ગભરાવી રહ્યા છે.