કચ્છથી ઉત્તર ગુજરાત સુધી મુસાફરો માટે મોટી ખુશખબર, નારાયણ સરોવરથી માતાના મઢ થઈ હિંમતનગર સુધી નવી સ્લીપર બસ સેવાનો પ્રારંભ, દરરોજ બપોરે 2:30 વાગ્યે ઉપડશે!
કચ્છના મુસાફરો માટે GSRTC દ્વારા એક ખુબ જ સારા સમાચાર આપવામાં આવ્યા છે.
મુસાફરોની સુવિધા અને માંગને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નારાયણ સરોવરથી માતાના મઢ થઈ હિંમતનગર સુધી નવી સ્લીપર એસ.ટી. બસ સેવા શરૂ કરવામાં આવી છે.
આ નવી સ્લીપર બસ દરરોજ બપોરે 2:30 વાગ્યે નારાયણ સરોવરથી ઉપડશે અને માતાના મઢ થઈ હિંમતનગર પહોંચશે. આ સેવા શરૂ થવાથી લાંબા અંતરના મુસાફરોને સ્લીપર બસમાં આરામદાયક મુસાફરીનો લાભ મળશે.
આ સેવા શરૂ થવાથી કચ્છ અને ઉત્તર ગુજરાત વચ્ચે મુસાફરી કરતા લોકોને વધુ સુવિધાજનક પરિવહન વિકલ્પ મળશે. ખાસ કરીને કચ્છથી ઉત્તર ગુજરાત તરફ નોકરી, ધંધા અને સામાજિક પ્રસંગે જતા લોકોને આ બસ ખુબ જ ઉપયોગી બનશે.
માતાના મઢ સહિત કચ્છના ધાર્મિક સ્થળોએ અને નારાયણ સરોવર જેવા સ્થળો ફરવા જતા શ્રદ્ધાળુઓ માટે આ સ્લીપર બસ સેવા વરદાન સાબિત થશે.
બસના સમયપત્રક, ભાડા અને ટિકિટ બુકિંગની વધુ માહિતી માટે તમારા નજીકના એસ.ટી. બસ સ્ટેશન, અધિકૃત બુકિંગ કાઉન્ટર અથવા GSRTC ની સત્તાવાર વેબસાઇટનો સંપર્ક કરવો.