નખત્રાણા તાલુકાના જતાવિરા થી ભારાપર સુધી મોતનો રોડ! જતાવીરા થી ભારાપર વચ્ચે માટીના ઢગલા, બાઇક સ્લીપ થઇ રહી છે – તંત્ર જાગશે ક્યારે?

નખત્રાણા તાલુકાના જતાવીરા થી ઠેઠ ભારાપર મોટી વિરાણી સુધીના રોડની હાલત અત્યંત ખરાબ જોવા મળી રહી છે. રોડના અડધા ભાગ પર માટી પાથરેલી જોવા મળે છે, જેના કારણે બાઇક સ્લીપ થવાની શક્યતા વધી ગઈ છે અને ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે.

હાલમાં જતાવીરા અને ભારાપર વચ્ચે નર્મદા પાઇપલાઇન નાખવા માટે ખોદકામ ચાલી રહ્યું છે. ખોદકામ બાદ રોડ પર જ માટીનો મોટો ઢગલો કરી દેવામાં આવ્યો છે. રોડ પર ઠેર ઠેર માટી પથરાયેલી છે.

ગ્રામજનોનું કહેવું છે કે, અમને તમારા કામથી કોઈ વિરોધ નથી, વિકાસનું કામ થાય એ સારી વાત છે. પણ તમારું કામ પતી જાય પછી રોડ સાફ કરી દેવો જોઈએ. તમારી થોડી બેદરકારીના કારણે કોઈ નિર્દોષનો જીવ જઈ શકે છે.

તંત્ર અને કોન્ટ્રાક્ટરને નમ્ર અપીલ છે કે તાત્કાલિક આ રોડ પરથી માટી હટાવીને રોડને ચોખ્ખો કરવામાં આવે, જેથી કોઈ અકસ્માત ન સર્જાય.