કંડલા વિસ્તારમાંથી એક અજ્ઞાત યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી
કંડલામાં એલ.પી.જી. સર્કલ પાસેથી 35થી 40 વર્ષીય અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી.સૂત્રો પરથી મળતી માહિતી કંડલામાં ગત તા. 21/10ના બપોરના અરસામાં આ બનાવ પ્રકાશમાં આવ્યો હતો. અહીં આવેલા એલ.પી.જી. સર્કલ નજીકથી 35થી 40 વર્ષીય અજાણ્યો યુવાન બેભાન મળી આવ્યો હતો, તેને હોસ્પિટલ લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ યુવાનનું મોત કુદરતી રીતે થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું. તેની ઓળખ માટે પોલીસે સોશિયલ મીડિયા સહિતની મદદથી તપાસ હાથ ધરી છે. તેના સગા સંબંધીઓએ કંડલા પોલીસનો સંપર્ક કરવા પોલીસ યાદીમાં જણાવ્યું હતું.