બિટ્ટા આવતો દારૂનો જથ્થો નવસારીમાં પકડાયો
થોડા દિવસો પૂર્વે નવસારી પાસે એલસીબીએ રૂા. 76 લાખનો શરાબ ઝડપ્યો હતો.સૂત્રો પરથી મળતી માહિતી આ શરાબ કચ્છ બિટ્ટા ખાતે આવતો હોવાનું તેમજ બિટ્ટાના આરોપીઓ નામ ખુલ્યા છે. મહારાષ્ટ્રના થાણેના બિયર શોપના માલિક શરાબ-બિયરનો જથ્થો કિં.રૂા. 2,76,000નો ટેમ્પો માં ભરી બિટ્ટા માં આપવા રવાના કર્યે હતો. આ દરમ્યાન નવસારીના ટોલનાકા નજીક ઉપરોક્ત ટેમ્પો એલસીબીએ તપાસતાં તેમાંથી શરાબનો જથ્થો મળ્યો હતો. ટેમ્પોચાલક ને ઝડપી શરાબના જથ્થા અંગે પૂછતાછ કરતાં થાણેના બિયર શોપના માલિક ને આપવા આ શરાબ આપ્યાનું ખુલ્યું હતું. પોલીસે શરાબના જથ્થા સહિત 10 લાખનો ટેમ્પો અને ત્રણ મોબાઈલ સહિત કુલ રૂા. 12,91,000નો જથ્થો જપ્ત કરી ત્રણે વિરુદ્ધ ગુનો દાખલ કરી તજવીજ આદરી હતી.