પ્રાગપર ચોકડીએથી 25,900ના વિદેશી શરાબ સાથે બુટલેગર ઝબ્બે

મુન્દ્રા તાલુકાની પ્રાગપર ચોકડીએથી સ્થાનિક પોલીસે 25,900ની કિંમતની દેશી બનાવટના વિદેશી શરાબની 74 બોટલ સાથે એક બુટલેગરને દબોચી લઇ પાંજરે પૂર્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મુન્દ્રા તાલુકાની પ્રાગપર ચોકડીએ પશ્ચિમ કચ્છ જીલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી પીઆઇ ડીએમ ઝાલાના માર્ગદર્શન તળે પેટ્રોલીંગમાં રહેલી પોલીસ ટુકડીએ મળેલી સચોટ બાતમીના આધારે બરાયા તરફથી આવતી જીજે 12 સીજી 8557 નંબરની મારૂતિ અલ્ટો કારને અટકાવી જડતી લેતાં તેમાંથી 25,900 રૂપિયાની કિંમતની દેશી બનાવટની વિદેશી શરાબ પાર્ટી સ્પેશ્યલની 750 એમએલની 74 બોટલો મળી આવી હતી. બનાવને પગલે પોલીસે કાર ચાલક બુટલેગર રઘુભા ઉર્ફે રઘુવીરસિંહ વાઘૂભા જાડેજા (ઉ.વ.28 રહે ગરબી ચોકની બાજુમાં બારોઇ રોડ મુન્દ્રા મૂળ રાપર તાલુકાના જેસડા)ની ધરપકડ કરી તેની પાસેથી 1,50,000ની કિંમતની અલ્ટો કાર અને દશ હજારના મોબાઈલ સહિત 1,85,900નો મુદ્દામાલ જપ્ત કરી પાંજરે પુરી દીધો હતો. અા કામગીરીમાં એએસઆઈ ગજેન્દ્રસિંહ જાડેજા,કોન્સ્ટેબલ ચેતન પરમાર,દેવરાજ ગઢવી,જયદેવસિંહ ઝાલા,શક્તિસિંહ ગોહિલ સહિતનો સ્ટાફ જોડાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *