કુકમામાં 41 હજારના ગાંજા સાથે મહિલા ઝડપાઈ

ભુજ તાલુકાના કુકમામાં રહેણાક મકાનમાંથી પધ્ધર પોલીસે રૂા. 41,000ના  820 ગ્રામ ગાંજા સાથે એક મહિલાને ઝડપી પાડી હતી, જ્યારે અન્ય એક આરોપી હાથમાં આવ્યો નહતો. સૂત્રો પરથી મળતી માહિતી પોલીસે ગાંજા સહિત કુલ રૂા. 42,000નો માલ-સમાન કબજે કર્યો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં કુકમાના સોનલકૃપાનગરમાં આવેલ રહેણાક મકાનમાંથી પોલીસે ગેરકાયદેસર પાસ-પરમિટ વિનાના રૂા. 41,000ના 820 ગ્રામ ગાંજા સાથે મહિલા આરોપી ને ઝડપી પાડી હતી, જ્યારે અન્ય આરોપી હાજર મળ્યો નહોતો. પોલીસે બંને આરોપી સામે એનડીપીએસ કાયદા હેઠળની કલમો તળે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.