ગાગોદર નજીક દેશી તમંચા સાથે આરોપીની ધરપકડ

રાપરના ગાગોદર નજીકથી એક આરોપીને પોલીસે પકડી પાડી તેની પાસેથી રૂા. 2500નો દેશી તમંચો જપ્ત કર્યો હતો.સૂત્રો પરથી મળતી માહિતી ગાગોદરની સ્થાનિક પોલીસ ગત મોડી રાત્રે પેટ્રોલિંગમાં હતી. આ ટીમ ગાગોદરથી ગોરાસર બાજુ જતા માર્ગ પર  એક શખ્સ પગપાળા આવતો દેખાયો હતો, તેની પાસે રહેલી લૂંગીમાં તપાસ કરતાં તેમાંથી દેશી તમંચો મળી આવ્યો હતો. ડાભુંડા-વસાવાંઢના ની અટક કરાઈ હતી. તેની પાસેથી રૂા.2500ની દેશી બંદૂક હસ્તગત કરવામાં આવી હતી. પોતાના સસરા ની આ બંદૂક લઈને નદીના વોકળામાં ફેંકવા જઈ રહ્યો હતો દરમ્યાન પોલીસે તેને પકડી પાડયો હતો.