મોટા કાંડાગરામાં ખોટી નંબરપ્લેટવાળી ટ્રક મળી

અઢી માસ પૂર્વે મુંદરાના મોટા કાંડાગરામાં કંપની પાસે ખોટી નંબરપ્લેટવાળી ટ્રક મળી આવતાં આ અંગે વિધિવત ગુનો દાખલ કરાયો છે.સૂત્રો પરથી મળતી માહિતી ગત તા. 5/8ના આ બનાવ અંગે ગઈકાલે મુંદરા પોલીસ મથકે એએસઆઈ લાલજીભાઈ ચાડે નોંધાવેલી ફરિયાદની વિગતો મુજબ મોટા કાંડાગરામાં પીએસ કંપની પાસે ટાટા કંપનીની આઈસર ટ્રક ખોટી નંબરપ્લેટ કોઈ ખોટા ગુનાહિત કૃત્ય કરવાના ઈરાદાથી લગાવી મળી આવતાં ટ્રકચાલક વિરુદ્ધ વિવિધ કલમો તળે ગુનો દાખલ કરાવાયો છે.