રાપર પો.સ્ટે વિસ્તારમાંથી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પુર્વ-કચ્છ,ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં દારૂની વેચાણ હેરફેરની પ્રવૃતિ કરતા ઈસમો ઉપર વોચ રાખી પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત-નાબુદ કરવા જરૂરી સુચના આપેલ. જેથી પોલીસ ઇન્સપેક્ટર એસ.વી.ગોજીયા એલ.સી.બી.નાઓએ પ્રોહીબીશન ની બદી નેસ્ત નાબુદ કરવા સારૂ સતત પ્રયત્નશીલ રહી જીલ્લામાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ ક૨તા ઇસમો ઉપર સતત વોચ રાખવામાં આવેલ. તે દરમ્યાન એલ.સી.બી ની ટીમ રાપર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની ફોર્ચ્યુનર કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી કાનપર ઉમૈયા સીમ વિસ્તારમાંથી અંદરના ખેતરોનાં રસ્તે આવનાર છે. જેથી એલ.સી.બી. ટીમ દ્વારા કાનપર ગામના સ્મશાન પાછળના ભાગે આવેલ ખેતરોવાળા રસ્તે વોચમાં રહેલ.તે દરમ્યાન બાતમી હકીકત વાળી ફોર્ચ્યુનર કાર આવતા જે કારને ઉભી રખાવવા પ્રયત્નો કરેલ પરંતુ ફોર્ચ્યુનર કાર ચાલકે કાર ઉભી રાખેલ નહિ અને પુરઝડપે ભાગેલ જેથી એલ.સી.બી. ટીમ દ્વારા તેનો પીછો કરતા એક ખેતરમાં કાર ઉભી રાખી કાર ચાલક નાશી ગયેલ. ઉપરોકત ફોર્ચ્યુનર કારની ઝડતી તપાસ કરતા કારમાંથી નીચે જણાવ્યા મુજબનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે રાપર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.