ઘણા લાંબા સમય થી ફરજ પર અનિયમિત રહી ગેરહાજર રહેતા હોવાની શિક્ષકો ની ફરિયાદ મળતા તંત્ર દ્વારા તેમની વિગતો તાલુકા કક્ષાએ થી મેળવવામાં આવી હતી
ઘણા લાંબા સમય થી ફરજ પર અનિયમિત રહી ગેરહાજર રહેતા હોવાની શિક્ષકો ની ફરિયાદ મળતા તંત્ર દ્વારા તેમની વિગતો તાલુકા કક્ષાએ થી મેળવવામાં આવી હતી. તે પૈકી કેટલાક શિક્ષકો અરસ પરસ બદલી કરાવી અત્રે ના જિલ્લા માં સત્તત રજા માં રહી ફરજ બજાવતા ન હતા વળી એકાદ શિક્ષક સતત ગેરહાજર રહી વિદેશ જતા રહયા હોવાનું તંત્ર ને ધ્યાને આવ્યું તથા બાકી અન્ય કારણોસર તેઓની ફરજ માં સતત અનિયમિત હાજરી જોવા મળતા જરૂરી વહીવટી પ્રકિયા આટોપ્યા બાદ પ્રા.શિક્ષણાધિકારી શ્રી સંજય પરમાર સાહેબે કચ્છના 9 શિક્ષકો ને એક સાથે બરતરફ કરી ધાક બેસાડતી કાર્યવાહી કરી હતી.
આગામી સમય માં પણ તાલુકા કક્ષાએ થી સતત ગેરહાજર રહેતા શિક્ષકો ની વિગત સમયાંતરે મેળવવામાં આવશે અને તેઓની સામે પણ કડક નિયમોનુસાર કાર્યવાહી કરાશે તેવું પ્રા.શિક્ષણાધિકારી શ્રી પરમાર સાહેબે વધુ માં ઉમેર્યું હતું