ઐતિહાસિક ભુજ શહેર મધ્યે પીજીવીસીએલ દ્વારા ટ્રાન્સફોર્મર ની આસપાસ સેફટી ના અનુસંધાને લોખંડ ની ગ્રીલ વડે ફેન્સીંગ કરવામાં આવેલ છે. ત્યારે વરસાદના દિવસોમાં ટ્રાન્સફોર્મર લગાવેલ લોખંડ ની ગ્રીલ માં કરંટ લાગવાના બનાવો સામે આવતા હોય છે તેમના કારણે ત્યારે શોર્ટ સર્કિટ તેમજ કરંટ લાગવાના કારણે આબોલા પ્રાણી ઓના જીવ જતાં હોય છે ત્યારે આજે ભીડ ગેટ કોડાવારી વંડી નજીક પીજીવીસીએલ દ્વારા લગાવેલ લોખંડ ની ગ્રીલ માં અચાનક શોર્ટ સર્કિટ થતાં એક ગાય અને એક વાછરડી ને વીજ કરંટ લાગતાં ઘટના સ્થળે મુત્યુ પામી હતી આસપાસના વિસ્તારમાં વરસાદી પાણી અને જમીન માથી વીજ કરંટ લાગતાં લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને રાહ દારિયું માટે પણ જોખમ ઊભો થયું હતું ઘટના સ્થળે લોકોના ટોળાં એકડા થઈ ગયા હતા માનવ જયોતના પ્રોબોધભાઈ મુનવર,મનોજ આહિર,વાલજીભાઇ આહિર,ઘટનાની જાણ થતાં તુરતજ જીઇબી માં ફોન કરી આખા વિસ્તારનો વીજપાવર બંધ કરવાયો હતો સમગ્ર કરછ જિલ્લા માં પીજીવીસીએલ દ્વારા સર્વે કરાવી ટ્રાન્સફોર્મર ની આસપાસ સેફટી ના અનુસંધાને લોખંડ ની ગ્રીલ નતથા જ્યાં પણ લોખંડ ના થાંભલા લાગેલ હોઈ ત્યાં અર્થ ટેસ્ટર દ્વારા અર્થિગ ચેક કરવામાં આવે જેથી શોર્ટ સર્કિટ ના સંકટ તેમજ જાન માલ ને નુકસાની માંથી ટાળી શકાય તેવું માનવ જયોતના પ્રોબોધભાઈ મુનવર એ કરછ કેર સાથે વાત કરતાં જણવ્યૂ હતું ( રિપોર્ટ બાય : કરન વાઘેલા – ભુજ કરછ )