કચ્છ જિલ્લામાંથી તડીપાર કરાયેલ ઇસમને દેશી દારૂ લીટર ૧૧૦ કિંમત રૂપિયા ૨૨૦૦/- ના પ્રોહી મુદ્દામાલ સાથે પકડી પાડતી મુન્દ્રા પોલીસ એસ.ડી.એમ. શ્રી મુન્દ્રાના હુકમથી આરોપી જયેન્દ્રસિંહ ભીખુભા જાડેજા રહે બારોઇ તાલુકો મુન્દ્રાવાળાને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી મુન્દ્રાના હુકમ નં.મેજી/હદપારી/કેસ નં.૭૪/૨૦૧૯, તા.૦૬/૦૮/૨૦૧૯ થી *કચ્છ, મોરબી, પાટણ, તથા બનાસકાંઠા જિલ્લામાંથી એક વર્ષ માટે તડીપાર કરેલ હોય જે હુકમની આરોપીને બજવણી કરવામાં આવેલ હતી. પોલીસ મહાનિરીક્ષકશ્રી ડી.બી.વાધેલા સાહેબ સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ તોસંબિયા સાહેબની સુચના હેઠળ મુન્દ્રા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએમ ઝાલા સાહેબ સાથે મુન્દ્રા પોલીસ કર્મચારીઓ આજ રોજ મુન્દ્રા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે ઉપરોક્ત આરોપી મુન્દ્રા તાલુકા ના બારોઈ ગામમાં રાજેન્દ્રસિંહ નટુભા રાઠોડના કબજાના મકાનની બાજુમાં આવેલ ખુલ્લા વરંડામાં દેશી દારૂ લીટર ૧૧૦ કિંમત રૂપિયા ૨૨૦૦ મુદ્દામાલ સાથે પકડી પાડેલ તેમજ મજકુર આરોપી એસ.ડી. એમ. શ્રી મુન્દ્રાના ઉપરોક્ત તડીપાર હુકમનો ભંગ કરી કચ્છ જિલ્લામાં પ્રવેશી કરી હાજર મળી આવતા મજકુર ઇસમે એસ.ડી.એમ.શ્રી મુન્દ્રાના હુકમનો ભંગ કર્યા સબબનો જી.પી.એકટ કલમ-૧૪૨ મુજબનો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે